ધો.૧૨ સામાન્ય પ્રવાહ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થશે: 10નુંપરિણામ આ સપ્તાહે, 12નું આવતા અઠવાડીયે જાહેર

 ધો.૧૨ સામાન્ય પ્રવાહ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થશે: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- એપ્રિલમાં લેવાયેલી ધોરણ.૧૦ અને ધોરણ. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામને લઈ અનેક અફવાવો અને ગેરમાર્ગે દોરતી તારીખો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પરંતુ બોર્ડના અધિકારીઓ પાસેથી મળેલી વિગત મુજબ ધોરણ.૧૦નું પરિણામ આ વખતે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ કરતાં વહેલુ ૨૫મી આસપાસ એટલે કે, આ અઠવાડીયામાં જાહેર થશે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થશે: 10નુંપરિણામ આ સપ્તાહે, 12નું આવતા અઠવાડીયે જાહેર

10નું પરિણામ આ સપ્તાહે, 12નું આવતા અઠવાડીયે જાહેર
ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચથી શરૂ થઈ હતી અને ૨૯મી એપ્રિલ સુધી ચાલી હતી. ધોરણ.૧૦ની પરીક્ષા માટે ૯,૫૬,૭૫૩ ઉમેદવારો સંસ્કૃત પ્રથમાના ૬૪૪ ઉમેદવાર નોંધાયા હતાં. જેમાં નિયમિત ૭,૪૧,૩૩૭, ખાનગી ૧૧,૨૫૮, રિપીટર ૧,૬૫,૫૭૬, ખાનગી રિપીટર ૫,૪૭૨, આઈસોલેટેડ ૩૩,૧૧૦, ડીસેબલ ૪,૦૩૪ વિદ્યાર્થી સમાવેશ થયો હતો. ધોરણ.૧૦ની પરીક્ષા રાજ્યના કુલ ૮૩ ઝોનના ૯૫૮ કેન્દ્રોના ૩૧,૮૧૯ બ્લોકમાં લેવામાં આવી હતી. આવી જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થી, જેમાં નિયમિત ૪,૮૦,૭૯૪, ખાનગી નિયમિત ૩૪,૬૧૭, રિપીટર ૨૯,૯૮૧ નોંધાયા હતા.
Important Link

ધોરણ -10 પરિણામ બાબત સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -10 પરિણામ જાહેર થયા બાદ આ લીંક ઉપર ક્લિક કરીને જોઇ શકશો [આ લીંક સાચવી રાખો]


મળતી માહિતી અનુસાર 25 મે થી 5 જૂન વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જેથી તેનું પરિણા મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદના ગણતરીના દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66 ટકા આવ્યું હતુ

થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે.આ વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે.
સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.

Leave a Comment